વર્ષની શરૂઆતમાં જ સાઉથ આફ્રીકાના હાથે ક્લીન સ્વીપ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પણ તેને 5-0થી હારાવ્યું. વિશ્વકપમાં પણ તેઓ સારૂ પ્રદર્શન નથી કરી શક્યા. ખરાબ પ્રદશર્ન દરમિયાન સરફરાઝ અહમદ કેપ્ટનશીપમાં તો હેરાન થયા સાથે બેટિંગમાં પણ તે સારૂ પ્રદર્શન ન કરી શક્યા.
તેણે 50 વન ડેમાં પાકિસ્તાન તરફથી કેપ્ટનશીપ કરી અને 5 અડધી સદીની મદદથી 804 રન બનાવ્યા. તેના નેતૃત્વમાં રમાયેલ 50 વન ડે મેચમાં 28માં પાકિસ્તાનને જીત અપાવી છે. ટેસ્ટની વાત કરવામાં આવે તો 13 મેચમાંથી 4માં સરફરાઝે જીત અપાવી છે. જ્યારે ટી20માં પાકિસ્તાન તેની કેપ્ટનશીપમાં 37 મેચમાંથી 29માં જીત મેળવી છે. ટેસ્ટમાં અઝહર અલી અને ટી-20 માં બાબર આઝમ પાકિસ્તાનના કેપ્ટન હશે.