Pele Health Update: મહાન ફૂટબૉલ ખેલાડી પેલેનો પરિવાર એલ્બર્ટ આઇન્સ્ટાઇન હૉસ્પીટલ પહોંચી ચૂક્યો છે. જ્યાં તે નવેમ્બરના અંતમાં ભરતી છે, ડૉક્ટરોએ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતુ કે, પેલેને કેન્સર આગામી સ્ટેજમાં પહોંચી ગયુ છે, અને ત્રણ વાર વિશ્વકપ વિજેતાને ગહન દેખરેખમાં રાખવામાં આવ્યો છે. પેલેના પુત્ર એડિન્હો શનિવારે અહીં પહોંચી ગયો હતો, સાંતોસના પૂર્વ ગૉલકીપર એડિન્હોએ પોતાના પિતાના હાથ પકડેલી એક તસવીર પણ પૉસ્ટ કરી હતી, જે ખુબ ભાવુક હતી, આ તસવીર હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. 


પેલેનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓપરેશન થયુ હતુ, જેમાં તેને ‘કૉલોન ટ્યૂમર’ નીકળ્યુ હતુ, તેના પરિવાર કે ડૉક્ટરોમાંથી કોઇને પણ અંદેશો ન હતો કે આ બીજા અંગો સુધી પહોંચી જશે. ગયા અઠવાડિયે સ્થાનિક મીડિયાએ કહ્યું હતુ કે, પેલેને કીમૉથેરાપીની અસર નથી થઇ રહી, અને ડૉક્ટરોએ તેને દેખરેખ પર રાખવાનો ફેંસલો કર્યો છે. પેલેના પરિવારે જોકે, આનુ ખંડન કર્યુ હતુ. ઓલ ટાઈમ ગ્રેટ ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર છે. બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે.



2022/12/26/0adeaecdfe7ff7d21992c818197c8d5d167203250111377_original.jpg" />


કેન્સર સામે લડી રહેલા 82 વર્ષીય દિગ્ગજ ફૂટબોલરને જોવા માટે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. રવિવારે તેમનો પરિવારે હોસ્પિટલમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી. 


રવિવારે સવારે તેમની પુત્રી, કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટા પર એક કુટુંબનો ફોટો પોસ્ટ કર્યો. તેણે 3 કલાક પહેલાં તેની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું- 'કૃતજ્ઞતા, પ્રેમ, પારિવારિક એકતા... એ જ નાતાલનો સાર છે. તમે ક્રિસમસ પર મોકલેલા પ્રેમ બદલ ધન્યવાદ...આભાર અને પ્રેમ. આ મજેદાર અને અદ્ભુત જીવનમાં હું તેમના (પેલે) વિના કંઈપણ નથી. આજે અને હંમેશા, મેરી ક્રિસમસ.'






જ્યારે, પુત્ર એડિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટમાં લખ્યું- 'પપ્પા... તમે મારી તાકાત છો.' પેલેનો પુત્ર એડસન ચોલ્બી શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે એડિન્હો તરીકે ઓળખાય છે. પેલેની પુત્રી કેલી નેસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે.