ટિમ પેનની પત્નીએ પુરાવા સાથે રિષભ પંતને કહ્યો બેબીસિટર, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે શાબ્દીક વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસીટર કહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેન બેટિંગમાં આવ્યો ત્યારે પંતે સિલી પોઇન્ટ પર ઉભેલા અગ્રવાલને કહ્યું કે, આજે આપણી વચ્ચે નવો મહેમાન આવ્યો છે. મયંક તે ક્યારેય હંગામી કેપ્ટન અંગે સાંભળ્યું છે. આ સમયે બોલિંગ કરી રહેલા જાડેજાને તેણે કહ્યું કે, પેનની વિકેટ લેવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, કારણકે તે માત્ર વાતો કરવામાં જ કુશળ છે અને આ જ કરે છે.
મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે સાંજે રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.
પરંતુ તે બાદ પંતે મેદાનની બહાર પણ ટિમ પેનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને પેનના બાળકો પાસે પહોંચી ગયો હતો. ટિમ પેનની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, બેસ્ટ બેબીસિટર. આ તસવીરમાં પંત પેનની વાઇફ અને તેના બાળકો સાથે નજરે પડી રહ્યો છે. તસવીરથી સ્પષ્ટ થાય છે કે ભલે મેદાન પર ખેલાડીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી જોવા મળે પરંતુ મેદાન બહાર એકબીજાનું અને તેમના પરિવારનું સન્માન કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -