VIDEO: કટ વાગી બોલ હેલ્મેટમાં ફસાયો, ફિલ્ડરો કેચ પકડવા માટે તેની પાછળ.....
abpasmita.in | 17 Aug 2019 08:22 AM (IST)
હેલ્મેટમાં ફસાયેલા બોલને પકડવા માટે ફીલ્ડર તેમની પાછળ દોડવા લાગ્યા.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ઘણી વખત ફની મૂવમેન્ટ્સ જોવા મળે છે અને આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં જોવા મળ્યું. જ્યારે લસિથ એમ્બુલદેનિયા દ્વારા કીવી ખેલાડી ટ્રેન્ટ બોલ્ટ દ્વારા ફેંકવામાં આવેલ એક બોલ તેના હેલમેટમાં ફસાઈ ગયો. તેને જોઈને મેદાન પર હાજર ખેલાડીઓની સાથે સાથે બોલ્ટ પણ ખુદને હસવાથી રોકી શક્યા ન હતા. હેલ્મેટમાં ફસાયેલા બોલને પકડવા માટે ફીલ્ડર તેમની પાછળ દોડવા લાગ્યા. બોલ્ટ દૂર ભાગ્યો અને બોલ કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કાઢી ન શક્યો. અંતે શ્રીલંકાના ખેલાડીએ હસતા હસતા બોલ્ટના હેલ્મેટમાંથી બોલ કાઢ્યો. આ ઘટના 82મી ઓવરમાં બની. ત્યારે સ્પિનર લસિથ એમબુલદેનિયાએ બોલિંગ કરી રહ્યો હતો. બોલ્ટે 18 રનની ઈનિંગ રમી અને સુરંગા લકમલના બોલ પર આઉટ થયો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 249 રન બનાવ્યા. શ્રીલંકાએ 7 વિકેટે 227 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ તરફથી આઝાદ પટેલે 5 વિકેટ મેળવી. મુંબઈમાં જન્મેલા પટેલે બીજી વખત પાંચ વિકેટ લીધી.