ટી20 મેચ ચાલી રહી હતી ને ફ્લડલાઇટની બત્તી થઇ ગઇ ગુલ, પછી શું થયુ, જાણો વિગતે
આ દરમિયાન મેદાનના એકભાગમાં ફ્લડલાઇટની બત્તી ગુલ થઇ ગઇ. એક કલાક સુધી મેચ શરૂ ના થઇ શકવાના કારણે બાદમાં બન્ને ટીમોની વચ્ચે પૉઇન્ટ વહેંચી દેવામા આવ્યા હતા. આમ મેચને રદ્દ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારી એન્થની એવરર્ડે કહ્યું કે, અમે ક્વિન્સલેન્ડની સાથે મળીને તપાસ કરી રહ્યાં છીએ, જેથી ભવિષ્યમાં આવી મેચોમાં બત્તી ગુલ થવાનો પ્રૉબ્લમ ના આવે.
નોંધનીય છે કે, આગામી અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયાના આ ગ્રાઉન્ડ પર શ્રીલંકા સામે ડે-નાઇટ ટેસ્ટ રમાવવાની છે.
મેચમાં સિડની થન્ડર્સની ટીમે શેન વૉટસનની સદીના સહારે ચાર વિકેટ પર 186 રન બનાવ્યા હતા, આના જવાબમાં બ્રિસ્બેન હીટની ટીમ 10 રન પર બે વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં કેટલીક એવી વિચિત્ર ઘટનાઓ બને છે જેની લોકોએ કલ્પના પણ ના કરી હોય, ગુરુવારે સાંજે આવી જ એક ઘટના બની બિગ બેશ લીગમાં, અહીં બ્રિસ્બ્રેન હીટ અને સિડની થન્ડર્સ વચ્ચે ટી20 મેચ રમાઇ રહી હતી ત્યારે અચાનક ફ્લડલાઇટની બત્તી ગુલ થઇ ગઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -