અમદાવાદઃ વોલ્વો બસમાં બાજુમાં બેઠેલી યુવતીની યુવકે કરી છેડતી, પછી શું થયું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2019 09:13 AM (IST)
1
અમદાવાદઃ વડોદરા જતાં એસટીની વોલ્વો બસમાં યુવતીની છેડતીની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ-વડોદરા એસટી બસમાં બેસીને યુવતી પ્રવાસ કરી રહી હતી, ત્યારે બાજુમાં બેઠેલા હબીબુલ મલિક નામના યુવકે તેની છેડતી કરવાનું શરૂ કર્યું હતું.
2
મલિકે છેડતી શરૂ કરતાં યુવતીએ વુમન હેલ્પ લાઇનની મદદ માંગી હતી. હેલ્પ લાઇનને જાણ કરતાં તેઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે છેડતી કરનાર હબીબુલ મલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.