પીએમ નરેન્દ્ર મોદીએ વિરાટની કઇ ચેલેન્જને સ્વીકારીને કહ્યું- હું તૈયાર છું, ટુંકસમયમાં રજૂ કરીશ વીડિયો, જાણો વિગત
રાઠોરે વિરાટ કોહલી, ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને અભિનેતા ઋત્વિક રોશનને ટેગ કર્યા હતા. રાઠોડે ફિટનેસ ચેલેન્જમાં કહ્યું હતું કે, ‘’આજે પિક્ચર અને અને વીડિયો પૉસ્ટ કરો કે કઇ રીતે તમે તમારી જાતને ફિટ રાખો છો અને પોતાના મિત્રોને સોશ્યલ મીડિયા પર ફિટનેસ ચેલન્જ મોકલો. અહીં મારો વીડિયો છે અને હું ઋત્વિક રોશન, વિરાટ કોહલી અને સાયના નેહવાલે આના સાથે જોડાવવાનો પડકાર ફેંકુ છું.’’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકેલા અને હવે કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફિટનેસને લઇને જાગૃતિ અભિયાને અંતર્ગત વ્યાયામ કરતા પોતાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર અપલૉડ કર્યો હતો અને રમત અને સિનેમા જગતની કેટલીક ખાસ હસ્તીઓને ટેગ કરતા તેમને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી હતી.
કોહલીએ ટ્વીટ કર્યું, ‘’હું રાજ્યવર્ધન રાઠૌર સરની ‘ફિટનેસ ચેલેન્જ’ સ્વીકારી લીધી છે. હવે હું મારી પત્ની અનુષ્કા શર્મા, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને મહેન્દ્ર સિંહ ધોની ભાઇને પડકાર આપવા માગીશ.’’
હવે વિરાટની આ ચેલેન્જ પર પીએમ મોદી ટ્વીટ પર કહ્યું છે, ''વિરાટ તારી ચેલેન્જ સ્વીકાર કરુ છું. હું ટુંકસમયમાં પોતાનો ફિટનેસ વીડિયો રજૂ કરીશ''
ઉલ્લેખનીય છે કે, પોતાનો વીડિયો ટ્વીટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહેન્દ્ર સિંહ ધોની અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ફિટનેસ ચેલેન્જ સ્વીકારવાનો પડકાર ફેંક્યો હતો.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી લીધી છે. પીએમ મોદીએ કહ્યું કે, હું ટુંકસયમાં પોતાની ફિટનેસનો વીડિયો રજૂ કરીશ, આ પહેલા વિરાટ કોહલીએ સૂચના પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરતાં સોશ્યલ મીડિયા પર પોતાનો ફિટનેસ વીડિયો અપડેટ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -