વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ PM મોદી સાથે કરી મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2019 04:45 PM (IST)
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પીવી સિંધુ એકમાત્ર ભારતીય છે. પીવી સિંધુએ આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

નવી દિલ્હી: સ્ટાર બેડમિન્ટન ખિલાડી પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ભારત પરત ફરી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પીવી સિંધુ એકમાત્ર ભારતીય છે. પીવી સિંધુએ આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વિટર પર પીવી સિંધુ સાથે તસવીર શેર કરતા લખ્યુ, ''અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.'' આ તસવીરોમાં જોઇ શકાય છે કે પીએમ મોદીને પીવી સિંધુ પોતાનો ગોલ્ડ મેડલ દેખાડી રહી છે. પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું, 'દેશનુ ગૌરવ, એક ચેમ્પિયન જે ગોલ્ડ અને યશ સ્વદેશ લઈને આવી છે. પીવી સિંધુને મળીને ખુશી થઈ. તેમને શુભેચ્છાઓ અને ભવિષ્યની પ્રતિયોગિતાઓ માટે શુભકામનાઓ.'