મુંબઇઃ ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને ત્રણ વિકેટથી હરાવી દીધુ. મેચમાં પાર્ટટાઇમ કેપ્ટન બનેલા કીરોન પોલાર્ડની બેટિંગે સૌને ચોંકાવી દીધા. પોલાર્ડે મેચમાં આક્રમક મૂડમાં બેટિંગ કરતાં 31 બૉલમાં 83 રન ફટકાર્યા, જેમાં 10 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતાં.
મેચ બાદ કીરોન પોલાર્ડે કેટલાક ખુલાસા કર્યો હતો. મુંબઇના હીરો પોલાર્ડે આખી રણનીતિ વિશે કહ્યું કે, હું બેટિંગ કરતા ઉપર આવ્યો કેમકે મને વાનખેડે સ્ટેડિયમમાં બેટિંગ કરવી ખુબ ગમે છે.
પોલાર્ડે જણાવ્યુ કે મિડલ ઓર્ડરમાં મેચમાં ટકી રહેવા માટે તેમને અશ્વિનને ટાર્ગેટ કર્યો, તેને કહ્યું કે મને લાગ્યુ કે મિડલ ઓર્ડરમાં અશ્વિન પર થોડાક છગ્ગા ફટકારી દેશુ તો અમે મેચમાં ટકી રહીશુ. એટલે મે અશ્વિનને ટાર્ગેટ કર્યો હતો.
કેમ કરી આક્રમક બેટિંગ, કોન હતુ ટાર્ગેટ? મેચ જીત્યા બાદ કેપ્ટન પોલાર્ડે કર્યો ખુલાસો, જાણો વિગતે
abpasmita.in
Updated at:
11 Apr 2019 11:25 AM (IST)
મેચ બાદ કીરોન પોલાર્ડે કેટલાક ખુલાસા કર્યો હતો. મુંબઇના હીરો પોલાર્ડે આખી રણનીતિ વિશે કહ્યું કે, હું બેટિંગ કરતા ઉપર આવ્યો કેમકે મને વાનખેડે સ્ટેડિયમમાં બેટિંગ કરવી ખુબ ગમે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -