IPL 2018: આ ખેલાડીને ટીમમાં જોવા માગતી હતી પ્રીતિ ઝિન્ટા, કહી દિલની આ વાત
યુવરાજસિંહ ફોર્મમાં નથી. તેના વિશે સવાલ પૂછવામાં આવતા પ્રીતિ નારાજ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, ‘તે મેચ વિનર છે. તેણે દેશને વર્લ્ડ કપ જિતાડ્યો છે. લોકો કેટલીક ઇનિંગ્સ જોઈને તેના વિશે ખરાબ બોલે છે. આ ઠીક નથી. તેનું સમર્થન કરવું જોઈએ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રીતિ કહે છે કે, ‘જ્યારે હું ક્રિકેટમાં નવી નવી હતી ત્યારે મને બોલ જ દેખાતો નહોતો. હવે હું કહી શકું છું કે, કયો બોલ યોર્કર છે અને કયો ગુગલી. જીવનમાં શીખવું ઘણું જરૂરી છે.’
એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, ‘આ વખતે મેં તમામ ભગવાન બુક કરી દીધા છે. ઇન્દોરના ગણપતિ બાપા પાસે પણ મુરાદ માગીશ. અમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ કામ કરીએ ત્યારે પૂજા કરીએ છીએ. ફિલ્મ શરૂ થાય તો પણ પૂજા કરીએ છીએ, નારિયેળ વધેરીયે છીએ. એક વાર તો ભગવાનને મસ્કો મારવાનું બને છે.’
પ્રીતિએ ધોની વિશે કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે, કાશ એમએસ ધોની મારી ટીમમાં હોત, પણ જાણું છું કે તે સંભવ નથી. હું 10 વર્ષ પહેલાં તેની ચાહક નહોતી, પરંતુ હવે તેની મોટી ફેન છું. તે હંમેશાં શાંત રહે છે, જરૂર પડે ત્યારે પ્રદર્શન કરે છે.’
પ્રીતિએ કહ્યું કે, ગઈ વખતે ઇન્દોરમાં સારો પ્રતિભાવ મળ્યો છે. તે અમારું ઘરેલુ મેદાન છે, પરંતુ લોકો બીજી ટીમને ચિયરઅપ કરે છે. જો પ્રશંસકો તેમની ઘરેલુ ટીમનું મનોબળ વધારે તો ગમશે.’ આટલું કહીને પ્રીતિ અટકી ગઈ હતી. બાદમાં બોલી, ‘હું એવો કોઈ પણ શબ્દ નહિ બોલું, જેને લીધે મારે આખું વર્ષ સફાઈ આપવી પડે.’ થોડી વાર વિચારીને કહ્યું, ‘હું કહીશ કે અમારું ‘ફાઇન ટ્યૂનિંગ’ બની રહ્યું નથી. આ સુરક્ષિત શબ્દ છે.’
ઇન્દોરઃ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે શુક્રવારે મેચ રમાવાનો છે. મેચ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટાએ ઇન્દોરવાસીઓને ટીમને સપોર્ટ કરવાની અપીલ કરી. પ્રીતિએ આ દરમિયાન પોતાના દિલની વાત પણ કહી. તેણે ખુદને ધોનીની સૌથી મોટી ફેન ગણાવી. તેણે કહ્યું કે, તેની ઈચ્છા હતી કે ધોની કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -