National Sports Awards 2022 Dronacharya Award: રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર વોર્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અનેક રમત સાથે સંકળાયેલા ખેલાડીઓ અને કોચને પુરસ્કાર એનાયત કર્યા હતાં. તેમણે રેસિંગ કોચ રાજ સિંહને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કર્યા હતાં. રાજ સિંહ સાથે બોક્સિંગ કોચ મોહમ્મદ અલી કમર, પેરા શૂટિંગ કોચ સુમા સિદ્ધાર્થ શિરુર અને રેસિંગ કોચ સુજીત માનને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામે પોત પોતાના રમત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતીય ખેલાડી તેમના મહત્વના યોગદાનના કારણે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર શાનદાર પ્રદર્શન કરી શક્યા હતાં.
રેસલિંગ કોચ રાજ સિંહને તેમના મહત્વના યોગદાન બદલ દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ભારત માટે લગભગ 70 કુસ્તીબાજો ભારત માટે તૈયારી કરી ચુક્યા છે અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા કુસ્તીબાજો આજે દેશ માટે મેડલ જીતી રહ્યાં છે. રાજ સિંહે ઓલિમ્પિક મેડલિસ્ટ યોગેશ્વર દત્તા, એશિયન ગ્રેમ્સ મેડલિસ્ટ મૌસમ ખત્રી, પ્રદીપ, રવિન્દ્ર ભુરા અને યુદ્ધવીર સહિતને ઘણા પહેલવાનોને તૈયાર કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય પહેલવાનોએ કુસ્તીમાં દેશનું નામ રોશન કર્યું છે.
ભારતના બોક્સિંગ કોચ મોહમ્મદ અલી કમરને પણ દ્રોણાચાર્ય વોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ સાક્ષી, જાસ્મીન, લવલીના અને સિમરનજીતને ટ્રેનિગ આપી ચુક્યા છે. પેરા શૂટિંગ સુમા સિદ્ધાર્થ શિરુરને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ દેશ માટે મહત્વની જવાબદારી અદા કરી ચુક્યા છે.
રાષ્ટ્રપતિએ અર્જુન એવોર્ડ પણ એનાયત કર્યો હતો. તેમણે બિક્સર નિહકત જરીનન, ચેસ ખેલાડી આર પ્રાગનાનંદ, બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય અને પ્રણય એસએચને આ એવૉર્ડથી નવાજ્યા હતાં. નિકહત દેશ માટે અનેકવાર સારું પ્રદર્શન કરી ચુકી છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પણ ગોલ્ડ જીત્યો હતો.
Exclusive: યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય પાકી ગયો છે : રાજનાથ સિંહ
રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર વોર્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અનેક રમત સાથે સંકળાયેલા ખેલાડીઓ અને કોચને પુરસ્કાર એનાયત કર્યા હતાં. તેમણે રેસિંગ કોચ રાજ સિંહને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કર્યા હતાં. રાજ સિંહ સાથે બોક્સિંગ કોચ મોહમ્મદ અલી કમર, પેરા શૂટિંગ કોચ સુમા સિદ્ધાર્થ શિરુર અને રેસિંગ કોચ સુજીત માનને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામે પોત પોતાના રમત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતીય ખેલાડી તેમના મહત્વના યોગદાનના કારણે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર શાનદાર પ્રદર્શન કરી શક્યા હતાં.