ઈંગ્લેન્ડના પ્રવાસમાં અધવચ્ચેથી આ બે ભારતીય ખેલાડીઓને પાછો મોકલી કરાયું અપમાન, જાણો બંનેના સ્થાને કોને લેવાયા?
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન) શિખર ધવન, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, હનુમા વિહારી.
ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 203 રનથી વિજય મેળવ્યો હતો. હાલમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 2-1થી પાછળ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ઇગ્લેન્ડ સામેની ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ ટીમમાં એવા બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અગાઉ ક્યારેય પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા નથી. અંતિમ બે ટેસ્ટ માટે પૃથ્વી શો અને હનુમા વિહારીને તક આપવામાં આવી છે. જ્યારે મુરલી વિજય અને કુલદીપ યાદવને પડતા મુકવામાં આવ્યા છે.
ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટ અને પાંચમી ટેસ્ટ કૈનિંગ્ટન ઓવલ ખાતે 7 સપ્ટેમ્બરે શરૂ થશે. વિજય ફોર્મમાં નહોતો બીજી તરફ પૃથ્વી શો ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હનુમાએ પણ સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે.