પ્રથમ ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડીને થઇ ગંભીર ઇજા, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમના ફિઝીઓ અને એક અન્ય મેમ્બરે તેને ઉઠાવીને ચેન્જિંગ રૂમમાં લઇ ગયા હતા. બાદમાં તેને સારવાર માટે સ્કેન કરવા હૉસ્પીટલ ખસેડાયો હતો. બીસીસીઆઇએ ટ્વીટ કરીને જણાવ્યુ કે આ સમયે મેડિકલ ટીમ પૃથ્વી શૉની ઇજાનું નિરીક્ષણ કરી રહી છે.
19 વર્ષીય પૃથ્વી શૉએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 66 રનોની ધમાકેદાર ઇનિંગ રમી હતી, પણ ફિલ્ડિં કરતી વખતે ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવાની કોશિશ કરતાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો છે, તેની ડાબી એડીમાં ઇજા થઇ છે.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેક્સ બ્રાઇન્ટે એક ઉંચો શોટ ફટકાર્યો હતો, જેને પકડવા જતાં પૃથ્વી શૉ નીચે પડી ગયો અને ઇજાગ્રસ્ત થયો હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે 6 ડિસેમ્બરથી ભારત પહેલી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરવાની છે, પણ સીરીઝ શરૂ થતાં પહેલાજ ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સિડની ગ્રાઉન્ડ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XIની વિરુદ્ધ પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે ઓપનર બેટ્સમેન પૃથ્વ શૉ ઇજાગ્રસ્ત થઇ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -