ભારતીય ટીમના શરમજનક દેખાવ પછી ક્યા બે યુવા ભારતીય ખેલાડીને ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર રહેવા અપાયો આદેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2018 09:43 AM (IST)
1
ભારતના પ્રથમ બે ટેસ્ટમાં કંગાળ પ્રદર્શનને જોતા આગામી બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલને ભારતીય ટીમમાં જોડાવવા માટે તૈયાર રહેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
2
પ્રથમ ટેસ્ટમાં ધવન અને વિજયની જોડી ફ્લોપ રહી તો બીજા ટેસ્ટમાં વિજય અને રાહુલની જોડીનો પણ ધબડકો થયો. હવે ભારતને એવી ઓપનિગં જોડીની જરૂરત છે જે ટકીને બેટિંગ કરે અને ટીમને સારી શરૂઆત આપે.
3
નવી દિલ્હીઃ આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે વિદેશી ધરતી પર ભારતીય ઓપનર બેટ્સમેન નિષ્ફળ રહ્યા હોય. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા પણ ભારતીય ઓપનર્સની આવી સ્થિતિ રહી છે. વિદેશી ધરતી પર મુરલી વિજય, શિખર ધવન અથવા લોકેશ રાહુલ રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વિતેલા બે ટેસ્ટ મેચમાં પણ આવું જ થયું છે.