આ યુવા બેટ્સમેને સચિનનો તોડ્યો હતો રેકોર્ડ, હવે ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન, જાણો વિગત
IPL 2018 દરમિયાન વિરાટ કોહલી સાથે વાત કરતો પૃથ્વી શો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇગ્લેન્ડ સામેની ચોથી અને પાંચમી ટેસ્ટ માટે બુધવારે ટીમની જાહેરાત કરી હતી. ટેસ્ટ ટીમમાં એવા બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અગાઉ ક્યારેય પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા નથી. અંતિમ બે ટેસ્ટ માટે પૃથ્વી શો અને હનુમા વિહારીને તક આપવામાં આવી છે. જ્યારે મુરલી વિજય અને કુલદીપ યાદવને પડતા મુકવામાં આવ્યા છે.
વેસ્ટઇન્ડીઝ સામે તાજેતરમાં જ તેણે 188 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ લાયન્સ સામે 62 રન અને સાઉથ આફ્રિકા એ સામે 136 રનની ઈનિંગ રમીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયાને અંડર-19 વિશ્વ કપ જીતાડનારો પૃથ્વી શો દેશના દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે જાણીતો ચહેરો બની ગયો હતો.
પૃથ્વી શોએ ઈન્ડિયા એ ટીમમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના ઈનામ સ્વરૂપે તેને સીનિયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 56.72ની સરેરાશથી રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 5 અડધી સદી પણ સામેલ છે. આ પરફોર્મન્સના કારણે પૃથ્વી શોને સીનિયર ટીમમાં સ્થાન મળ્યું છે.
રણજી ટ્રોફીમાં પ્રથમ મેચમાં જ સદી ફટકારીને પૃથ્વી શોએ તેની પ્રતિભાનો અંદાજ આપી દીધો હતો. જે બાદ તે દિલીપ ટ્રોફીમાં સદી ફટકારનારો સૌથી યુવા ક્રિકેટર બન્યો હતો. પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -