આ મામલે બીસીસીઆઇએ કોઈ કાર્યવાહી કરી નહોતી પણ ભારત સરકારના રમતમંત્રાલયે બોર્ડને નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)ના નિયમોનું પાલન કરવાનો આદેશ આપતાં છેવટે આ ક્રિકેટરોને સસ્પેન્ડ કરાયા છે. બીસીસીઆઇ ઘણા લાંબા સમયથી આ મામલે સરકારનો વિરોધ કરી રહ્યું છે.
22 ફેબ્રુઆરી, 2019ના રોજ ઇંદોર ખાતે પૃથ્વીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં પ્રતિબંધિત ડ્રગ્સના અંશ મળી આવ્યા હતા. જો કે તેની સામેની કાર્યવાહી પાંચ મહિના બાદ કરવામાં આવી છે. પૃથ્વી કોઇ પણ રોકટોક વગર આઇપીએલમાં રમતો રહ્યો અને ભારત-એ ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી.