નવી દિલ્હી: બોલ ટેમ્પરિંગ બાદ પ્રથમવખત સ્ટેટ રમી રહેલા સ્ટીવ સ્મિથે સદી ફટકારી શાનદાર વાપસી કરી છે. બર્મિઘમના એજબેસ્ટનમાં એશિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્મિથે પોતાની સદીની મદદથી ટીમને મુશ્કેલમાંથી ઉગારી હતી. સ્મિથે 184 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સ્મિથની ટેસ્ટ ક્રિકેટમાં આ 24મી સદી છે. જ્યારે એશિઝમાં તેમની આ નવી સદી છે.
ઉલ્લેખનીય છે કે એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે બોલ ટેમ્પરિંગના દોષી વૉર્નર, સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટને તક આપી હતી અને ઇંગ્લેન્ડના દર્શકો તેઓનું ખૂબ હૂટિંગ કર્યું હતું. સ્મિથ મેદાનમાં આવતા સૌથી વધુ હુટિંગ થઈ હતી. સ્મિથે 219 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 144 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ ગુમાવી 284 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
16 મહિના બાદ ઑસ્ટ્રેલિયાઈ ટીમ માટે ટેસ્ટ રમી રહેલા ડેવિડ વાર્નર 14 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વાર્નર એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.
એશિઝ 2019: સ્મિથની ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી, પ્રથમ ટેસ્ટમાં ફટકારી સદી
abpasmita.in
Updated at:
01 Aug 2019 11:42 PM (IST)
ઉલ્લેખનીય છે કે એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે બોલ ટેમ્પરિંગના દોષી વૉર્નર, સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટને તક આપી હતી અને ઇંગ્લેન્ડના દર્શકો તેઓનું ખૂબ હૂટિંગ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -