ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે બોલ રોકવા ડાઈવ લગાવી તો કોમેન્ટેટર્સ બગડ્યા ? જાણો વિગત
શાર્દુલને મોહમ્મદ શમીની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી છે. કોહલીએ કહ્યું કે શમીને આરામ આપવામાં આવ્યો છે. કારણકે તેને 6 ટેસ્ટ રમી હતી અને સતત ઓવર ફેંકી. શાર્દુલ ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યુ કરનારા 294માં ખેલાડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય આ ઓવરમાં બોલિંગ કરતા સમયે શાર્દુલ ઠાકુરને પગમાં ખેંચાણ આવી ગઈ હતી. આ જોતા તરત જ ફીઝિયોએ મેદાનમાં આવી તેની સાથે વાતચીત કરી અને ઠાકુરે મેદાનમાંથી બહાર જવાનો નિર્ણય કર્યો.
કેમેસ્ટ્રી બોક્સમાં બેઠેલા લક્ષ્મણ અને આકાશ ચોપડાએ કહ્યું કે, તે આ ડાઇવ લગાવવાની રીત ખોટી છે. પૃથ્વીએ આ આત્મઘાતી ડાઇવ લગાવી હતી. તેને યોગ્ય રીતે ડાઇવ લગાવતા શીખવું જોઇએ. આ બરાબર નથી.
હૈદરાબાદ: ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે રમાઈ રહેલી હૈદરાબાદ ટેસ્ટમાં ઇનિંગ્સની ચોથી ઓવરમાં કાયરન પોવેલે શાર્દુલ ઠાકુરના બોલ પર બેકવર્ડ પોઇન્ટમાં જોરદાર ફટકો માર્યો. ત્યારે પૃથ્વી શો બોલની પાછળ ભાગ્યો અને ફોર બચાવવાની કોશિશમાં ડાઇવ લગાવી હતી. પરંતુ આ ડાઇવ ખોટી હતી કારણ કે તેનો ખભો જમીનને અડી ગયો. જેના કારણથી તેને ઇજા પણ થઇ હતી.
પૃથ્વીએ સમજવું જોઇએ કે આ રીતે ખોટા અંદાજમાં ડાઇવ લગાવવાથી તે લાંબા સમય માટે ઇજાગ્રસ્ત થઇ શકતો હતો. જોકે, પૃથ્વી આ ડાઇવના દુખાવવાથી જલદી બહાર આવી ગયો અને ફીલ્ડિંગ કરવા લાગ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -