સાક્ષી ધોનીની સાથે જોવા મળતી આ બે ખૂબસૂરત યુવતીઓ ક્યા ક્રિકેટરોની છે પત્નિઓ ? જાણો વિગત
ઇમરાન તાહિરની પત્ની મૂળ ભારતીય સુમૈયા દિલદાર છે. ઇમરાન પાકિસ્તાન તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ગયો હતો જ્યાં તેની મુલાકાત સુમૈયા સાથે થઇ હતી. બાદમાં સુમૈયાએ દક્ષિણ આફ્રિકા ન છોડવાની શરત પર લગ્ન કરવા હા પાડી. જેથી ઇમરાન તાહિરે 2006માં પાકિસ્તાન છોડી દક્ષિણ આફ્રિકામાં રહેવાનો નિર્ણય લીધો. સુમૈયા મોડલ છે. ઇમરાનને ચેન્નઇએ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેશ રૈનાએ તેની બાળપણની મિત્ર પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. બંન્નએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ ગાજિયાબાદ સ્થિત કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં બીટેક કર્યું છે. બાદમાં તેણે બેગ્લોરમાં થોડો સમય સુધી આઇટી પ્રોફેશનલ તરીકે કામ કર્યું. બાદમા તે વિપ્રોમાં નોકરી મળ્યા બાદ નેધરલેન્ડ ચાલી ગઇ હતી.
ધોનીની વાઇફની સાથે દીકરી જીવા પણ પહોંચી હતી. જ્યારે પ્રિયંકા રૈનાની સાથે તેમની દીકરી ગ્રેસિયા રૈના પણ જોવા મળી હતી.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં ખેલાડીઓ વ્યસ્ત કાર્યક્રમ છતાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી લેતા હોય છે. ભારતીય ક્રિકેટરો પણ પોતાની સાથે પરિવારને લઇને મેચ રમવા જતા હોય છે. ધોનીની પત્ની સાક્ષી હોય કે વિરાટ કોહલીની વાઇફ અનુષ્કા શર્મા હોય તેઓ પોતાના પતિને સપોર્ટ કરવા માટે મેદાનમાં હાજરી આપતી હોય છે.
તાજેતરમાં જ ચેન્નઇ અને બેગ્લોર વચ્ચેની મેચમાં ધોનીની પત્ની સાક્ષી, સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના અને ઇમરાન તાહિરની પત્ની સુમૈયા દિલદાર પોતાના પતિની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -