ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વર્લ્ડ કપ 2019 ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી ઈંગ્લેન્ડે ઈતિહાસ સર્જ્યો હતો. ઐતિહાસિક વર્લ્ડ કપ જીતતા આખી ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
વર્લ્ડ કપ 2019 માટે આઈસીસી અને ક્રિકેટ વર્લ્ડ કપ આયોજકોની લગભગ 70 કરોડની ઈનામી રકમ દાવ પર હતી. બીજી તરફ વર્લ્ડ કપનો ટાઈટલ જીતનારી ઈંગ્લેન્ડને આ રકમમાંથી લગભગ 30 કરોડ રૂપિયા મળ્યાં છે. આ 30 કરોડમાં ફાઈનલ જીતવા પર મળનારા લગભગ 28 કરોડ રૂપિયા પણ સામેલ છે. લીગ ફેઝની 6 મેચો માટે ઇંગ્લેન્ડની ટીમને 1.68 કરોડ રૂપિયા મળ્યાં છે.
70 કરોડ રૂપિયામાંથી વર્લ્ડ કપ 2019ની વિજેતા ટીમ ઈંગ્લેન્ડને આ રકમ 4 મિલિયન ડોલર એટલે કે 28 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બીજી તરફ આ ટાઈટલના ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ ઉપર પણ પૈસાનો વરસાદ થયો હતો. આઈસીસી મુજબ, વર્લ્ડ કપ 2019ની ફાઇનલ હારનારી ટીમ ન્યૂઝીલેન્ડને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1.54 કરોડ રૂપિયા ટીમને લીગ ફેઝમાં જીતવા માટે પણ મળ્યા હતાં.
લંડનના લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી આ ફાઈનલની વિજેતા ટીમ ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ ટ્રોફીની સાથે 4 મિલિયન ડોલર (એટલે કે 28 કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેમીફાઈનલમાં હારનારી બન્ને ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં. ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ઈનામી રકમ દાવ પર હતી.
વર્લ્ડ કપ 2019માં વિજેતા ઈંગ્લેન્ડની ટીમને કેટલા કરોડ રૂપિયા થયો વરસાદ? આંકડો જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
15 Jul 2019 08:11 AM (IST)
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વર્લ્ડ કપ 2019 ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી ઈંગ્લેન્ડે ઈતિહાસ સર્જ્યો હતો. ઐતિહાસિક વર્લ્ડ કપ જીતતા આખી ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -