Pro Kabaddi League 2018: જાણો ક્યારથી શરૂ થશે કબડ્ડીનો કુંભ, કોની વચ્ચે રમાશે પ્રથમ મુકાબલો
નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગ સીઝન 6ની શરૂઆત 7 ઓક્ટોબરથી થઈ રહી છે. આ સીઝન માટે આ વષે 30 અને 31 મેના ખેલાડીઓની હરાજી થઈ હતી. 13 અઠવાડીયા સુધી ચાલનારા આ ટૂર્નામેન્ટને લઈને દર્શકોમાં રોમાંચ છે. 3 વખત પ્રો કબડ્ડીનો ખિતાબ જીતનારી પટના પાઈરેટ્સ આ વખતે પણ ખિતાબ પર કબ્જો કરવા માટે ઉતરશે. આ વખતે કુલ 12 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાતની ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે ચેન્નઈની તમિલ થલાઈવાઝ, હૈદરાબાદની તેલુગુ ટાઈટન્સ, જયપુરની જયપુર પિંક પેંથર્સ, પુણેની પુનેરી પલ્ટન, મુંબઈની યૂ મુમ્બા, દિલ્હીની દબંગ દિલ્હી, કોલકાતાની બંગાલ વોરિયર્સ, હરિયાણાની હરિયાણા સ્ટીલર્સ, ગુજરાતની ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસ, યૂપીના યૂપી યોદ્ધા, બેંગલોરની બેગલુરૂ બુલ્સ અને પટનાની પટના પાઈરેટ્સ સહિતની ટીમો સામેલ છે.
પ્રો કબડ્ડી લીગમાં પ્રથમ મુકાબલો તામિલ થલાઈવાઝ અને પટના પાઈરેટ્સ વચ્ચે રમાશે. જ્યારે અંતિમ મુકાબલો એટલે કે ફાઈનલ 5 જાન્યુઆરીના મુંબઈમાં યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -