આ બેન્કે યોજી સ્પોર્ટસ કૉમ્પિટિશન, કર્મચારીઓ રમ્યા ખો-ખો, કેરમ સહિતની રમતો, જાણો વિગતે
સુરતઃ દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસીએ સોમવારે સુરતમાં તેના કર્મચારીઓ માટે વાર્ષિક રમતગમત સ્પર્ધા ‘જોશ અનલિમિટેડ’ની સાતમી આવૃત્તિનું આયોજન કર્યું હતું. કર્મચારીઓની ફીટનેસ માટે આ ઈવેન્ટ યોજવામાં આવે છે. જોશ અનલિમિટેડ 2018નું ઉદઘાટન રાષ્ટ્રીય કક્ષાનાં ટ્રાય એથલોન એથ્લેટ પૂજા ચારૂશ્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ભારતનાં 30 શહેરોમાં હવે તેનું આયોજન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએચડીએફસી બેન્કનાં એમ્પલોઈ એન્ગેજમેન્ટ હેડ નૈના પનસેએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા કર્મચારીઓને રમતગમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમે સામાજિક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે અમે જોશ અનલિમિટેડનું પ્લોટફોર્મ પુરું પાડીએ છીએ. આ સ્પર્ધા દ્વારા વિવિધ બ્રાન્ચો અને સ્થળોએ કાર્યરત કર્મચારીઓ એક સ્થાને આવે છે.’
એચડીએફસી બેન્કનાં દક્ષિણ ગુજરાતનાં સર્કલ હેડ મનોજ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી શક્તિ છે. કર્મચારીઓની સમગ્ર સ્વાસ્થય સુખાકારીમાં રમતગમત મહત્વનો હિસ્સો છે. અમને આનંદ છે કે એચડીએફસી બેન્કમાં અમારી પાસે આવું શ્રેષ્ઠ પ્લોટફોર્મ છે.’
સુરતમાં દાંડી જહાંગીરાબાદ રોડ પર વેલુક ગામમાં આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. 300થી વધુ કર્મચારીઓએ ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંટન, એથ્લેટિક્સ, કેરમ, ચેસ, વોલીબોલ, ખો-ખો અને ટેબલ ટેનિસ જેવી 10 જાતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -