Pro Kabaddi League 2018: પટના પાઈરેટ્સ અને તમિલ થલાઈવાઝ વચ્ચે પ્રથમ મુકાબલો, જાણો કોણ પડશે કોના પર ભારે?
તમિલ થલાઈવાઝની વાત કરવામાં આવે તો આ વખતે તે પોતાનું બીજુ સત્ર રમાઈ જઈ રહી છે. ગત સીઝનમાં થલાઈવાઝ લીગ રાઉન્ડના પોઈન્ટ ટેબલમાં પોતાના ગ્રુપમાં સૌથી નીચે હતું. તે 22માંથી માત્ર 6 મુકાબલામાં જીત મેળવી શક્યું હતું. તેને 14 મેચમાં હાર મળી હતી જ્યારે બે મુકાબલા ડ્રો રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટના પાઈરેટ્સની વાત કરવામાં આવે તો કેપ્ટન પ્રદીપ નરવાલ ટીમનો સૌથી મજબૂત ખેલાડી છે. પ્રદીપે બીજી સીઝનમાં બેંગ્લૂરૂ બૂલ્સ સાથે શરૂઆત કરી હતી. પટનાની ટીમમાં પ્રદીપની સાથે ઘણા સારા ખેલાડીઓ છે. દીપક નરવાલની ટીમમાં વાપસી થઈ છે તો તુષાર પાટીલ અને સુરેંદર સિંહ જેવા અનુભવી ખેલાડીઓને પણ હરાજીમાં ખરીદવામાં આવ્યા છે.
નવી દિલ્હી: Pro Kabaddi League સીઝન 6ની આજથી શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ મુકાબલો પટના પાઈરેટ્સ અને તમિલ થલાઈવાઝ વચ્ચે રમાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પટના ત્રણ વખથ ખિતાબ જીતી ચૂક્યું છે. સીઝન 6ના પ્રથમ મુકાબલામાં પટનાનું પલડુ ભારે છે પરંતુ પ્રો કબડ્ડી લીગમાં કોઈ ટીમને નબળી ન માની શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -