હાર્દિક પટેલ અને લાલજી પટેલ આવ્યા એક મંચ પર, જાણો શું છે કારણ?
પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો કિરીટ પટેલ અને લલિત વસોયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાટણ સહિત ઉત્તર ગુજરાતના 12 હજારથી વધુ પાટીદારો જોડાયા હતા.
પાટીદારોએ 9 સપ્ટેમ્બરે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા કાઢી હતી. તે સમયે પાસ કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર હતો અને તેના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી.
પાસ એસપીજી સહિતના સંગઠન સિવાય પાલનપુરથી હજારો પાટીદારો સાથે નીકળેલી મહારેલીને લઈ પાલનપુરથી ઊંઝાનો માર્ગ ‘જય સરદાર જય પાટીદાર’ના નાદ ગુંજ્યો હતો.
પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી સમૂહલગ્નની વાડી ખાતેથી પાટીદાર સમાજ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરો, પાટીદાર સમાજને ન્યાય આપોની માંગ સાથે પાલનપુરથી ઊંઝા ઉમિયા માતાના ધામ સુધી સદભાવના મહારેલી યોજાઈ છે.
પાલનપુર: બનાસકાંઠાના પાલનપુરથી મહેસાણાના ઊંઝા ઉમિયાધામ સુધી પાટીદારોની સદભાવના યાત્રા રવાના થઈ હતી. આ યાત્રામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ જોડાયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં પાટીદારો પણ જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાટીદારોએ 9 સપ્ટેમ્બરે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા કાઢી હતી.