PKL 9 Stats: પ્રૉ કબડ્ડી લીગ (PKL) 2022 પોતાની આગળના તબક્કા માટે આગળ વધી રહી છેસ લીગના ગૃપ સ્ટેજ મુકાબલાઓની સમાપ્તિ થવાની તૈયારી છે, અને હવે પ્લે ઓફનો વારો છે. કેટલીક ટીમો પ્લે ઓફની જગ્યા પાક્કી કરી ચૂકી છે, તો કેટલીક રેસમાં છે. તમામ ટીમ પ્લે ઓફ માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ એવી ડિફેન્ડરો વિશે જે આ સિઝનમાં 50 કે તેથી વધુ ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યા છે.
શાદલૂનો કમાલ યથાવત -
ગઇ સિઝનમાં સૌથી વધુ ટેકલ પૉઇન્ટ લેનારો પટના પાયરેટ્સને ડિફેન્ડર મોહમ્મદ રેજા સાદલૂનો કમાલ આ સિઝનમાં પણ જોવા મળી રહ્યો છે. શરૂઆતી મેચોમાં ફિકો રહ્યો બાદમાં લયમાં વાપસી કરી ચૂક્યો છે. સાદલૂ 16 મેચોમાં સૌથી વધુ 65 ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યો છે. તેને એક મેચમાં સૌથી વધુ 18 ટેકલ પૉઇન્ટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
પહેલી સિઝનમાં અંકુશની શાનદાર રમત -
પહેલીવાર આ લીગમાં રમી રહેલા લેફ્ટ કૉર્નર અંકુશે આ સિઝનમાં ચૌંકાવનારુ પ્રદર્શન કર્યુ છે. જયપુર પિન્ક પેન્થ્સ માટે રમી રહેલ અંકુશે વધુ ટેકલ પૉઇન્ટ હાંસલ કર્યા છે, તે હાલમાં 17 મેચોમાં 61 ટેકલ પૉઇન્ટ લઇને બીજા નંબર પર છે.
સૌરભનો અનુભવ -
બેંગ્લુરુ બુલ્સની ડિફેન્સ સૌથી વધુ વિશ્વાસપાત્ર છે, આમાં પણ સૌરભ નંદન પર ખુબ આશાઓ છે, સૌરભ આ આશાઓ પર ખરો ઉતરતાં આ સિઝનમાં 17 મેચોમાં 54 ટેકલ પૉઇન્ટ લીધા છે. સૌરભની શાનદાર ડિફેન્ડિંગ ચાલુ છે. તેને ટૉપ 3માં જગ્યા બનાવી લીધી છે.
સાગર નિભાવી જવાબદારી -
આ સિઝનમાં તામિલ થલાઇવાઝની શરૂઆત ખરાબ રહી, બાદમાં લયમાં આવી ચૂકી છે. ટીમને જીતના રસ્તાં પર લાવવા માટેનુ મોટુ યોગદાન સાગર રાઠીનુ જ રહ્યું. આ સિઝનમાં ટીમના કેપ્ટન સાગરે 17 મેચોમાં 53 ટેકલ પૉઇન્ટ પોતાના નામે કર્યા છે.
લાઇવ સ્ટ્રીમિંગની તમામ વિગતોઃ
પ્રો કબડ્ડી લીગની 9મી સિઝન 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચ દબંગ દિલ્હી અને યુ મુમ્બા વચ્ચે રમાશે. તમે કબડ્ડીની આ તમામ રોચાંક મેચોને સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની હોટસ્ટાર પર લાઈવ જોઈ શકો છો. બીજી તરફ, જો તમે સ્ટેડિયમમાં જઈને મેચ જોવા માંગતા હોવ તો તમે બુક માય શોની સાઈટ પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી લીગની મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.