Pro Kabaddi League 2021-22: અત્યારે બેંગ્લુરુના મેદાન પર પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. કબડ્ડી (Kabaddi) એક એવી રમત છે જેમાં વિવિધ પ્રકારો છે. કબડ્ડીની ઘણી ભારતીય શૈલીઓ છે કારણ કે તે 1,000 વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં ઉદ્ભવી હતી. કબડ્ડીના નિયમો પણ અલગ હોય છે. જાણો તેના વિશે.....


કબડ્ડીના પ્રકારો
ભારતમાં કબડ્ડીના જુદાજુદા પ્રકારો છે, ખાસ કરીને રાજ્યો અને પ્રાંતો પ્રમાણે કબડ્ડી જુદીજુદી રીતે રમાય છે. તેમાં ત્રણ પ્રકારો મુખ્ય છે પંજાબી, સંજીવની અને ગામિની છે. ખાસ વાત છે કે કબડ્ડી દક્ષિણ એશિયામાં ખુબ પ્રખ્યાત રમત બની ગઇ છે અને તેમાં પણ બાંગ્લાદેશ અને નેપાળમાં કબડ્ડી રાષ્ટ્રીય રમત પણ છે.


કેવી રીતે રમાય છે કબડ્ડી, જાણો નિયમો-
કબડ્ડી રમવા માટેના ખાસ નિયમો છે. ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ ટોસ જીતવાવાળી ટીમનો એક ખેલાડી સામેની વિપક્ષી ટીમમાં મોકલે છે. આ ખેલાડી કબડ્ડી-કબડ્ડી બોલતો બોલતો બોલતો જાય છે અને સામેની ટીમના ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પોતાનો શ્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખે છે. જો શ્વાસ તૂટી જાય એ સ્થિતિમાં તેણે ભાગીને પોતાનાં મેદાનમાં પરત આવી જવાનું રહે છે.


શ્વાસ ટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી/ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. તે સામેના પક્ષનાં જે ખેલાડીને આઉટ કરી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર કરાય છે. પણ જો તે પોતે એ સમયમાં સામેના ખેલાડીઓનાં કબજામાં આવી જાય અને કબડ્ડી-કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો તેને પોતાને આઉટ ગણાઈ મેદાન બહાર જવું પડે છે. આ પ્રક્રિયા બંન્ને તરફના ખેલાડીઓ વચ્ચે વારાફરતી ચાલતી રહે છે.


 


આ પણ વાંચો---- 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ


Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ


Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો