PKL 2021 Puneri Paltan vs Jaipur Pink Panthers : આજે પ્રૉ કબડ્ડી લીગમાં લીગ સ્ટેજની મોટી મેચ રમાવવા જઇ રહી છે. એકબાજુ પુણેરી પલટન (Puneri Paltan) હશે તો બીજીબાજુ જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)ની ટીમ. આ બન્ને ટીમો વચ્ચે આજની મેચ 'કરો યા મરો' સમાન છે, કેમ કે બન્ને ટીમો પ્લેઓફની દોડમાં સામેલ છે. 


મેચમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. મેચ ટાઇ થવા પર અને કોઇ ટીમની જીત થવાની સ્થિતિમાં અન્ય મેચોના પરિણામથી બનેલા સમીકરણો પર નિર્ભર રહેવુ પડશે. આવામાં લીગ સ્ટેજની આ સૌથી મોટી મેચ કહેવામાં આવી શકે છે. 


બન્ને ટીમોમાં આ ખેલાડીઓ પર રહેશે નજર- 


જયપુર પિન્ક પેન્થર્સ ટીમ-
રેડર્સ-
સુશિલ ગુલિયા (Sushil Gulia), મોહમ્મદ અમિન નોસરાતી ( Mohammad Amin Nosrati), આમિર હોસૈન (Amir Hossein Mohammadmaleki), અર્જૂન દેશવાલ (Arjun Deshwal), નવીન (Naveen), અશોક (Ashok), અમિત નાગર (Amit Nagar)
ઓલરાઉન્ડર્સ-
નિતિન રાવલ (Nitin Rawal), સચિન નારવાલ (Sachin Narwal), દીપક નિવાસ હુડા (Deepak Niwas Hooda)
ડિફેન્ડર્સ-
અમિત હૂડા (Amit Hooda), વિશાલ (Vishal), પવન (Pavan TR), એલાવરાસન એ (Elavarasan A), સંદીપ કુમાર ધૂલ (Sandeep Kumar Dhull), ધર્મરાજ ચેરરલથં (Dharmaraj Cheralathan), અમિત (Amit), શૉલ કુમાર (Shaul Kumar)


પુણેરી પલટન ટીમ - 
રેડર્સ-
પવન કુમાર (Pawan Kumar Kadian), પંકજ મોહિતે (Pankaj Mohite), મોહિત ગોયત (Mohit Goyat), રાહુલ ચૌધરી (Rahul Chaudhari), નિતિન તોમર (Nitin Tomar), વિશ્વાલ (Vishwas)
ઓલરાઉન્ડર્સ-
ગોવિન્દ ગુર્જર (Govind Gurjar), વિક્ટર (Victor Onyango Obiero), સુભાષ (E Subash)
ડિફેન્ડર્સ-
બાલાસાહેબ શાહજી જાધવ (Balasaheb Shahaji Jadhav), હાદી તાજિક (Hadi Tajik), સંકેત સાવંત (Sanket Sawant), વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj), બલદેવસિંહ (Baldev Singh), સોમબીર (Sombir), કરમવીર (Karamvir), અબિનેષ નાદરજન (Abinesh Nadarajan), સૌરવ કુમાર (Sourav Kumar)


આજની મેચ વિશે જાણો........ 
1. પ્રૉ કબડ્ડી લીગમાં પુણેરી પલટન (Puneri Paltan) અને જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)ની મેચ ક્યારે છે ?
આ મેચ આજે (19 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે. 


2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે. 


3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે. 


4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.