પુજારા-પંતે સિડનીમાં ફટકારેલી સદીનો થયો મોટો ફાયદો, ICC રેન્કિંગમાં પહોંચી ગયા આ સ્થાને, જાણો વિગતે
નવી દિલ્હીઃ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 2-1થી જીતી લીધી, આ સાથે જ બેટ્સમેનોને ICC રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. આનો મોટો લાભ પુજરા અને પંતને થયો છે. બન્ને ખેલાડીએ સિડનીમાં સદી ફટકારીને ચર્ચામાં આવી ગયા હતા.
મંગળવારે રજૂ થયેલી ICCની તાજા રેન્કિંગમાં પુજારા ટૉપ ત્રણ બેટ્સમેનોમાં સામેલ થઇ ગયો છે. વળી, સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારાનારો રીષભ પંતે પણ 21 સ્થાનોની લંબા છલાંગ લગાવી છે. તેને બેટિંગ રેન્કિંગમાં ભારતીય વિકેટકીપરોને અગાઉના રેકોર્ડની બરાબરી કરી દીધી છે.
પુજારાએ ચાર મેચોની સીરીઝમાં 521 રન બનાવીને ભારતને 2-1થી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને સિડનીમાં છેલ્લી ટેસ્ટ મેચમાં 193 રન બનાવ્યા જેનાથી તે બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયો હતો. પુજારાના હવે 881 રેટિંગ પૉઇન્ટ છે.
જ્યારે સિડનીમાં 159 રનની ધમાકેદાર ઇનિંગ રમનારો 21 વર્ષીય પંત રેન્કિંગમાં માં 17માં સ્થાને પહોંચી ગયો છે. પંતના 673 રેટિંગ પૉઇન્ટ છે, જો કોઇપણ ભારતીય વિકેટકીપરના સર્વાધિક છે. ધોની પણ (662 પૉઇન્ટ) પાછળ છે