આ છે ભારતની પ્રથમ ઇલેક્ટ્રીક બાઈક, એક વખત ચાર્જ થવા પર ચાલશે 100 કિમી
આ બાઇક એક કલાકમાં 80 ટકા અને બે કલાકમાં લગભગ 100 ટકા ચાર્જ થશે. જે 100 કિ.મી. સુધી ચાલી શકશે. આ બાઇકની કિંમત વિશે વાત કરીએ તો 1 લાખથી 1.5 લાખ રૂપિયા હોવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાઇક વિશે ટૉર્ક દ્વારા જાહેર કરાયેલા ખુલાસા અનુસાર, તે 6 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરશે, જે 27 એનએમનું ટોર્ક બનાવશે.
આ નવી ઇલેક્ટ્રિક બાઇકનું નામ T6X રાખવામાં આવ્યું છે. બાઇક ડિઝાઇન કરતી વખતે, તેની કાળજી લેવામાં આવી છે કે તેનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર નીચે તરફ છે. તે પુણે સ્થિત ફેક્ટરીમાં બનાવવામાં આવી રહી છે. ગુરુત્વાકર્ષણનું નિમ્ન કેન્દ્ર બાઇકના સારા સંતુલનને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક બાઈક ટોર્ક ટી6ની રાહ જોઈ રહેલ ફેન્સ માટે નવા વર્ષે સારા સમાચાર આવી શકે છે. હાલમાં જ ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક બાઈક કહેવાતી Tork T6Xના ટેસ્ટિંગની કેટલીક તસવીર સામે આવી છે. આ ભારતની જ એક સ્ટાર્ટઅપે ડેવલપ કરી છે અને 2016-17માં જ તેનો કોન્સેપ્ટ સામે આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -