નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થેયલા 40 જવાનોને લઇને સમગ્ર દેશમાં દુખ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે અને લોકો પોતાની રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. એવામાં વિરાટ કોહલી સહિત અન્ય ક્રિકેટરોએ પણ શ્રંદ્ધાજલિ આપી અને આ દુખના સમયે એક સુર અવાજ ઉઠાવ્યો છે.




આ હુમલા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા યોજાનાર કાર્યક્રમને ટાળી દીધો છે. કોહલીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવનાર આરપી-એસજી ખેલ પુરસ્કાર સમારોહને ટાળી દીધો છે.



આરપી-એસજી ખેલ સન્માન દર વર્ષે ખેલ જગતમાં દેશનું ગૌરવ વધારા બદલ ખેલાડીઓને આપવામાં આવે છે. આ પુરસ્કાર શનિવારે આપાવમાં આવના હતા પરંતુ તેને હવે ટાળી દેવામાં આવ્યો છે.



કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું કે, “આરપી-એસજી સ્પોર્ટ્સ ઑનર્સનો કાર્યક્રમ ટાળવામાં આવ્યો છે. દુખના સમયે સમગ્ર દેશ ગમગીન છે. અમે પણ તેમાં સામેલ છે. એવામાં શનિવારે યોજાનાર કાર્યક્રમન રદ્દ કરી રહ્યાં છે. ”

વર્લ્ડ કપ માટે નક્કી થઈ ગયા છે 18 ખેલાડીઓના નામ, જાણો વિગતે