મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર્સ એમએસકે પ્રસાદે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે 18 ખેલાડીઓની નામ નક્કી થઈ ગયા છે. વર્લ્ડ કપ માટે આ 18 વર્લ્ડકપમાંથી 15ની ભારતીય ટીમ માટે પસંદગી કરવામાં આવશે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ખેલાડીઓનો કાર્યભાર મેનેજ કરવા માટે બીસીઆઈ સંબંધિત આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ સાથે પણ વાત કરી રહી છે.
વર્લ્ડ કપના સંભવિત ખેલાડીઓના કાર્યભાર પર 23 માર્ચથી શરૂ થનારા આઈપીએલ દરમિયાન નજર રાખવામાં આવશે જેથી 30 મેથી 14 જુલાઈ સુધી રમાનાર વર્લ્ડ કપ માટે ફ્રેશ રહે. પ્રસાદે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 અને વનડે સીરીઝ માટે ટીમની પસંદી બાગ કહ્યું કે, અમે 18 ખેલાડીઓના નામ નક્કી કરી લીધા છે અને અમે વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરતાં પહેલા તેમને રોટેટ કરીશું.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી કાર્યભાર મેનેજમેન્ટનો સવાલ છે તો તેના પર હાલમાં નિર્ણય નથી થયો. તેના પર ચર્ચા ચાલી રહી છે અને તમને તેની જાણ કરવામાં આવશે.
વર્લ્ડકપ જીતનાર આ ખેલાડીને ક્રિકેટર બનાવની ઈચ્છા ન હતી, જવું’તું આર્મીમાં પણ.....