નવી દિલ્લીઃ રિયો ઓલિંપિકમાં સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુએ ચીન ઓપનમાં મહિલા સિંગલ્સ મુકાબલાના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સિવાય ભારતનો મેન્સ સિંગલ્સમાં અજય જયરામ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ થયો છે. પરંતુ એચએસ પ્રણોયને બીજા રાઉન્ડની રાહ જોવી પડી છે.
ભારતની સાતમાં નંબરની સિંધુ બીજા રાઉડમાં અમેરિકાની બેઇવાન ઝાંગને 18-21,22-20,21-17થી હાર આપી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો ચીની ખેલાડી બિંગજિયાઓ સાથે થશે. તેમણે થાઇલેન્ડના પોર્નટિપ બુરાનાપ્રાત્સેરસુકને 22-20, 21-15 થી હરાવી હતી.