નવી દિલ્લીઃ નરેંદ્ર મોદી સરકાર ટુંક સમયમાં તેની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરશે. સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, 'સબકો આવાસ' યોજના મુજબ એક કરોડ મકાન બનાવવાની યોજના બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 20 નવેંબરે આગ્રામાં આ યોજનાનો પ્રારંભ કરાવશે.
કેંદ્રીય ગ્રામીણ મંત્રી નરેંદ્ર તોમરે ગુરુવારે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી મોદી 20 નવેંબરે ઉત્તર પ્રદેશના આગ્રામાં આ યોજનાનો પ્રારંભ કરાવશે. જે મુજબ આગામી ત્રણ વર્ષમાં એક કલોડ આવાસોનું નિર્માણ કરવામાં આવશે
તોમરે સાક્ષી માહારાજના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, 'સરકારની પરિકલ્પના અનુસાર 'વર્ષ 2022 સુધીમાં તમામ લોકો માટે મકાન' ના ઉદેશ્યને પૂરો કરવા માટે કેંદ્રીય મંત્રીમંડળે ઉત્તર પર્દેશ સહિત સમગ્ર દેશમાં જૂની ઇંદિરા આવાસ યોજનાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં પુનર્ગઠન કરવાની પરવાંગી આપી દીધી છે.
તેમણે જણાવ્યું હતું કે, આ યોજના મુજબ 2016-17 થી લઇને 2018-19 સુધીમાં ત્રણ વર્ષના ગાળામાં એક કરોડ મકાન બનાવવાની કલ્પના કરવામાં આવી છે. તોમર અનુસાર યોજના મેદાની ક્ષેત્રમાં 1.20 લાખ રૂપિયા અને પર્વતીય ક્ષેત્રોમાં 1.30 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે.
તેમણે કહ્યું હાલના નાણંકીય વર્ષમાં 33 લાખ મકાન નિર્માણ કરવામાં આવશે. તોમરે સાક્ષી મહારાજના એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, યોજના મુજબ ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ વર્ષમાં 12 લાખ મકાન બનાવવામાં આવશે.