ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સ્વિસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં વિશ્વની નંબર-7 સિંધુએ થાઈલેન્ડની Busanan Ongbamrungphanને 21-16, 21-8 થી પરાજય આપ્યો હતો. સિંધુએ પ્રથમ વખત સ્વિસ ઓપન સુપર 300 ટાઈટલ જીત્યું છે.  પ્રથમ ગેમમાં થાઈલેન્ડની ખેલાડીએ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુને ટક્કર આપી હતી, પરંતુ બીજી ગેમમાં સિંધુએ Busanan Ongbamrungphanને કોઈ તક આપી નહોતી.






પ્રથમ ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો 13-13થી બરાબર રહ્યો હતો. ત્યાર બાદ સિંધુએ સતત ત્રણ પોઈન્ટ મેળવીને લીડ મેળવી હતી. બુસાનને 18-16થી વાપસી કરી હતી, પરંતુ ત્યારબાદ સિંધુએ સતત ત્રણ પોઈન્ટ મેળવીને 21-16થી ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં સિંધુએ બુસાનનને કોઈ તક આપી નહોતી. એક સમયે ભારતીય ખેલાડી 20-4થી આગળ હતી.


બુસાનને ફરી એકવાર વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો  અને સતત 4 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ એક પોઈન્ટ સાથે સિંધુએ મેચ જીતી લીધી હતી.  સિંધુ અને બુસાનન વચ્ચે આ 17મી મેચ હતી. આમાં સિંધુએ 16 મેચ જીતી છે. તેની એકમાત્ર હાર 2019 હોંગકોંગ ઓપનમાં થઈ હતી.


આ વર્ષે સિંધુનું આ બીજું ટાઈટલ છે. તેણે જાન્યુઆરીમાં સૈયદ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું હતું. સિંધુએ 2019માં બેસલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. સિંધુ વિશ્વ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ અને એકમાત્ર ભારતીય ખેલાડી છે.


IPL 2022: ભાવનગરનો આ ક્રિકેટર કાલની મેચમાં છવાયો, સચિને વખાણ કર્યા અને યુવરાજે સલાહ આપી...


 


India Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત


 


આવતા સપ્તાહે સેમંસગ લૉન્ચ કરશે 6,000mAh બેટરી વાળો ફોન, ક્વાડ કેમેરા સાથે હશે આવા ફિચર્સ


Laxmi Ji Ke Upaye : આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યાં છો તો કરો આ ઉપાય લક્ષ્મીની વરસશે કૃપા