આપને જણાવી દઈએ કે આર.અશ્વિને ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપી છે અને આ સાથે તે ટીમ ઇન્ડિયાનો એવો, ત્રીજો બોલર બન્યો છે. ઓફ સ્પિનર અશ્વિને 250મી વિકેટ બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને આઉટ કરી લીધી છે. 33 વર્ષનો અશ્વિન તેના ટેસ્ટ કરિયરની 69મી મેચ રમી રહ્યો છે. અશ્વિનના નામે ઝડપી 200 અને 250 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. આ મેચ પહેલા અશ્વિને ભારતમાં 41 અને વિદેશમાં 27 મેચ રમી છે. જેમાં ભારતમાં 249 વિકેટ લીધા હતા.
અશ્વિન પહેલા આ સિદ્ધિ મેળવનાર ભારતીય બોલર અનિલ કુંબલે અને હરભજન સિંહ છે. જેમને 250થી વધુ વિકેટ લીધી છે. દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે કુલ 619 વિકેટ છે. જ્યારે ઓફ સ્પિનર હરભજન સિંહના નામે 417 ટેસ્ટ વિકેટ છે. ભજ્જીએ ભારતીય મેદાન પર 55 ટેસ્ટ મેચમાં 265 વિકેટ લીધી છે. જ્યારે અનિલ કુંબલેએ 63 ટેસ્ટ મેચોમાં ભારતમાં 350 વિકેટ લીધા છે.