Tata Steel Chess Masters: ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદાએ રવિવાર, 2 ફેબ્રુઆરીના રોજ નેધરલેન્ડ્સમાં રોમાંચક ટાઈબ્રેકમાં વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 જીતી લીધી હતી. પ્રજ્ઞાનાનંદા 2006માં વિશ્વનાથન આનંદ પછી ટાટા સ્ટીલ માસ્ટર્સમાં ટોચનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

14 ખેલાડીઓના રાઉન્ડ-રોબિન ઇવેન્ટમાં બે ખેલાડીઓ ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા 13 ક્લાસિકલ રાઉન્ડના અંતે બરાબરી પર હતા. પ્રજ્ઞાનાનંદા અને ગુકેશ બંને રવિવારે તેમની છેલ્લી ક્લાસિકલ રમતો હારી ગયા. ટુર્નામેન્ટના છેલ્લા રાઉન્ડ સુધી અપરાજિત રહેનાર ગુકેશ વિશ્વ ચેમ્પિયન તરીકે પહેલીવાર ક્લાસિકલ મેચ હારી ગયો હતો.

રવિવારે ગુકેશે બે ગેમના બ્લિટ્ઝ ટાઈબ્રેકરમાં પહેલી ગેમ જીતી લીધી. ગુકેશને તાજ જીતવા માટે બીજા બ્લિટ્ઝ ટાઈબ્રેકરમાં ફક્ત ડ્રોની જરૂર હતી. જોકે, પ્રજ્ઞાનાંનંદાએ પાછળ રહીને બંને બ્લિટ્ઝ ગેમ્સ જીતીને વિશ્વ ચેમ્પિયનને આશ્ચર્યચકિત કરીને ટાઇટલ જીત્યું હતું.

ટુર્નામેન્ટના છેલ્લા દિવસે ચેસ જગતના બે ઉભરતા સ્ટાર્સને તેમની મેચ બાદ ટાઇબ્રેકર રમવાની ફરજ પડી હતી. ટુર્નામેન્ટના છેલ્લા રાઉન્ડમાં પોતપોતાની ગેમ હાર્યા બાદ ગુકેશ અને પ્રજ્ઞાનાનંદાની ટીમ બરાબરી પર હતી. જ્યારે પ્રજ્ઞાનાનંદાએ વિન્સેન્ટ કીમરને હરાવ્યો હતો.                                                                                                                                                                           

IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય