નવી દિલ્લીઃ ભારતના મહાન બેસ્ટમેન વૉલના નામે જાણીતા રાહુલ દ્રવિડને શુક્રવારે આવતા વર્ષે બીજી દ્રષ્ટીહીન T20 વર્લ્ડ કપના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 28 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી યોજાશે. ભારતીય દ્રષ્ટીહીન ક્રિકેટ સંઘે આ અંગે જાહેરાત કરી હતી.


ભારત સિવાય ટુર્નામેન્ટ લીગ-કમ-નૉકઆઉટના આધારે ભારતના અલગ અલગ શહેરોમાં રમાશે. તેની પહેલી મેચ નવી દિલ્લી અને ફાઇનલ બેંગ્લુરુમાં રમાશે. ભારત સિવાય આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇગ્લેન્ડ, નેપાલ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટઇંડીજ ભાગ લેશે.

બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવતા દ્રવિડે જણાવ્યું હતું કે, દ્રષ્ટીહીન ક્રિકેટ જેવા કાર્યનું સમર્થન કરતા મને આનંદ થઇ રહ્યો છે. આ ખેલાડીઓમાં ઘણી પ્રતિભા સમાયેલી છે. આ ખેલાડી બીજા માટે પ્રેરણા સ્ત્રોત છે જે આપણને સમજ આપે છે કે, અસલી આંખ આપણી અંદર છે. જે દુનિયામાં બીજા કોઇ છીનવી નહી શકે.