નવી દિલ્લીઃ પાંચસો અને હજારની નોટ પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયની સામાન્ય પ્રજાથી માંડી મોટી મોટી સેલિબ્રિટિઝ પર એકસરખી અસર જોવા મળી રહી છે. લોકો પોતાના કાળા નાણા છૂપાવવા માટે અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે ત્યારે ઇન્કમટેક્સે પણ પુરી રીતે કમર કસી લીધી છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ના પ્રોડ્યુસર્સના ઘર પર ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે.
‘બાહુબલી’ના મેકર્સ હાલમાં ‘બાહુબલી’ની સિક્વલનું કામ પુરુ કરવામાં લાગ્યા છે. આ બિગ બજેટ ફિલ્મના નિર્માતાઓએ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસેથી ભારે રકમ મેળવી હશે. ઇન્કમટેક્સ વિભાગને આ વાતની જાણ થતાં ‘બાહુબલી’ના પ્રોડ્યુસર્સ સોભુ યરલાગદ્દા અને પ્રસાદ દેવીનેની ઓફિસ અને ઘર પર એક સાથે રેડ મારી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડ્યુસરો પાસેથી 60 કરોડ રૂપિયાની 500 અને 1000 રૂપિયાની નોટ હોવાની સૂચના ઇન્કમટેક્સ વિભાગને મળી હતી.