નવી દિલ્હીઃ પૂર્વ દિગ્ગજ ભારતીય બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હાલમાં પોતાના બિઝી શિડ્યૂલમાં વ્યસ્ત છે. રાહુલ દ્રવિડ 16 દેશોના યુવા ક્રિકેટરોને ક્રિકેટમાં આવવા માટે અને પ્રૉત્સાહન આપવા માટે સખત ટ્રેનિંગ આપી રહ્યો છે, આ ટ્રેનિંગ બેગ્લુંરુમાં યોજાઇ રહી છે.


રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય ક્રિકેટ એડેડેમી (એનસીએ)ના નિર્દેશક છે અને તેની દેખરેખ હેઠળ 16 રાષ્ટ્રમંડલ દેશોના યુવા છોકરાઓ અને છોકરીઓ માટે ખાસ ક્રિકેટ ટ્રેનિંગ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આનુ આયોજન બીસીસીઆઇ વિદેશ અને રમત મંત્રાલયના સહયોગથી કરી રહ્યું છે.



રાહુલ દ્રવિડ એનસીએમાં હાલ બોત્સવાના, કેમરુન, કેન્યા મોઝામ્બિક, મૉરેશિયસ, નામીબિયા, નાઇઝિરીયા, રવાન્ડા, યુગાન્ડા, ઝામ્બિયા, મલેશિયા, જમૈકા, ત્રિનિદાદ તથા ટોબેગો, ફિઝી અને તન્ઝાનિયાના 16 વર્ષથી ઓછી આયુના યુવા ક્રિકેટરોને (18 છોકરા અને 17 છોકરીઓ) ટ્રેનિંગ આપી રહ્યો છે.



આ ટ્રેનિંગ બેગ્લુરુંમાં 1લી ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ ટ્રેનિંગનો હેતુ દુનિયાભરમાંથી સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોને પેદા કરવાનો છે.