મુંબઈ: રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ માટે ઓડિશન આપવા પહોંચેલા યુવકે જે હરકત કરી તે જોઈને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ શોની 11મી સિઝન જલદી શરૂ થવા જઈ રહી છે. શોમાં આ વખતે નેહા કક્કડ, વિશાલ દદલાણી અને અનુ મલિક જજ કરવાના છે જોકે હાલ ઓડિશન ચાલી રહ્યાં છે. આ વખતની સિઝનને હોસ્ટ આદિત્ય નારાયણ કરવાનો છે તેવું જાણવા મળ્યું છે.

ત્રણેય જજ એક યુવકનું ઓડિશન લઈ રહ્યા હતા. તે સમયે એક યુવકની હરકત એવી હતી કે જે જોઈને ઓડિયન્સમાં બેઠેલા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઓડિશન આપવા પહોંચેલા યુવકે જબરજસ્તી સિંગર નેહા કક્કડને કિસ કરી લીધી હતી.

સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં આ યુવક કિસ કરતો જોવા મળ્યો છે. વીડડિયોમાં નેહા પોતાનો ચહેરો છૂપાવવાની કોશિશ કરી રહી છે. જોકે બધાંની વચ્ચે ઉદિત નારાયણ તેને કિસ કરતાં રોકવાની કોશિશ કરે છે પરંતુ યુવક તેનું ધાર્યું કરવામાં સફળ થયો સ્પષ્ટ જોવા મળે છે.


નેહા એક અન્ય યુવકની આપવીતી સાંભળીને રડવા લાગી હતી. અવિનાશ નામના સ્પર્ધકે જ્યારે નેહાને પૂછ્યું હતું કે, પોતાના ચહેરા પર ડાઘ કઈ રીતે પડ્યો તો તેણે જણાવ્યું હતું કે બળી જવાથી. તેણે જણાવ્યું કે, મેં મારી જાતને આગ લગાવી હતી. હું જોઈ નથી શકતો. તેના કારણે પરેશાન રહેતો હતો અને મેં જાતને જ આગ ચાંપી દીધી હતી.