નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ (Rahul Dravid) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયાના ‘ધ વોલ’ તરીકે ઓળખાતો દ્વવિડ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રાહુલ દ્વવિડ એટલો ગુસ્સામાં હોય છે કે, તે પોતાની બેટ વડે કારનો સાઈડ મિરર તોડી નાખે છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલી (Virat Kohli)એ પણ તેમનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
હકીકત એવી છે કે, રાહુલ દ્વવિડ (Rahul Dravid )ની એક નવી જાહેરાતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ખૂબ ગુસ્સામાં નજર આવી રહ્યો છે. તે એટલો બધો ગુસ્સામાં આવી જાય છે કે, બેટ વડે બાજૂમાં ઉભેલી કારનો સાઈડ મિરર તોડી નાખે છે. તેમના જાહેર ખબરની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર રાહુલ દ્વવિડ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
કોહલીએ દ્વવિડનો વીડિયો શેર કરતા લખ્યું કે, રાહુલભાઈનો આ અંદાજ અગાઉ ક્યારેય નથી જોયો. તેની સાથે જ વિરાટ કોહલીએ સ્માઈલી ઈમોજી મૂકી છે.
રાહુલ દ્વવિડ (Rahul Dravid )ને લોકોએ મેદાનની બહાર કે અંદર ક્યારે ગુસ્સામાં જોયો નથી. તે હંમેશા શાંત સ્વભાવમાં જોવા મળ્યો છે. રાહુલ દ્રવિડની આ નવી જાહેરાતથી સૌને ચોંકાવી દીધા છે. દ્રવિડનો ગુસ્સો તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જાહેરાતમાં તમે જોઈ શકો છો કે રાહુલ દ્રવિડ રસ્તા પર ચાલતા લોકો સાથે કેવી રીતે બબાલ કરી રહ્યો છે, એકવાર તે એટલો આક્રમક થઈ જાય છે કે સીટના પાછળના ભાગમાં રાખેલા બેટથી વાહનોમાં તોડફોડ કરવા લાગે છે.
ધોનીની ટીમમાં થયો મોટો ફેરફાર, CSK સાથે જોડાયો આ ઓસ્ટ્રેલિયન ધૂરંધર, જાણો વિગતે