કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ આ તસવીરમાં છે. બધા ક્રૂઝ પર મસ્તી કરતા જોવા મળે છે. રાહુલ અને મયંકે પ્રથમ ટેસ્ટમાં ઈનિંગની શરૂઆત કરી હતી તો અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. અશ્વિને આ તસવીરને એક કેપ્શન પણ આપ્યું છે – સમુદ્રનો નજારો + સૂર્યાસ્ત + સારો સાથ.
આ દરમિયાન ચાઈનામેન કુલદીપ યાદવે પણ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે જેટ સ્કી પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.