સોશ્યલ મીડિયામાં શેર કરાયેલા આ વીડિયોમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા દેખાઇ રહ્યાં છે. જ્યારે પાછળની બાજુએ કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન અને મયંક અગ્રવાલ બેસેલા છે.
રાહુલ અને મયંક અગ્રવાલે આ વીડિયોને શેર કર્યા છે, ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝને 419 રનોના લક્ષ્ય સામે માત્ર 100 રનમાં ઓલઆઉટ કરીને મેચ 318 રને જીતી લીધી હતી.