નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મુકાબલો થવાનો છે. આ સુપર ડુપર મેચને લઇને અનેક પ્રકારની અટકળો અને સટ્ટા ચાલી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં મેચને લઇને જંગ શરૂ થઇ ગયો છે. જો મેચ રદ થઇ તો સૌથી મોટુ નુકસાન બ્રૉડકાસ્ટિંગ નેટવર્કને થવાનું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનું વાતાવરણ મેદાન અને ટીવી જાહેરાતોથી લઈને સોશિયલ મીડિયા સુધી છે. હેશટેગ એનાલિટિક્સ રાઈટ ટેગ મુજબ મેચના એક દિવસ પહેલાં શનિવારે ટ્વિટર પર દર મિનિટે લગભગ 12 નવી ટ્વિટ પોસ્ટ કરાઈ રહી હતી. એટલે કે દર ક્લાકે અંદાજે 720 નવી ટ્વિટ્સ. તેમાં #IndVsPak, #IndVpak અને #IndiaVsPakistan જેવા હેશટેગ્સ સાથે કરાયેલા ટ્વિટ્સ સામેલ છે. અહીં શનિવારે વર્લ્ડ કપમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની મેચ હતી. તેની સાથે સંકળાયેલા માત્ર 21 ટ્વિટ દર ક્લાકે થઈ. એટલે કે ભારત-પાકિસ્તાનથી 88% ઓછી. વર્લ્ડ કપમાં સૌથી વધુ ટ્વિટ #CWC19 સાથે કરાઈ રહી છે. છેલ્લા 24 ક્લાકમાં તેની સાથે દર ક્લાકે અંદાજે 840 ટ્વિટ કરાઈ.
બીજી બાજુ ભારત-પાકિસ્તાનની મેચ સંબંધિત જાહેરાતોની પણ ઘણી ચર્ચા છે. ભારતમાં વર્લ્ડ કપના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સપ્તાહ પહેલાં ભારત-પાક. મેચની જાહેરાત શરૂ કરી હતી, જેમાં ભારતને પાકિસ્તાનના અબ્બા દર્શાવાયું છે. આ જાહેરાત માત્ર યુટ્યૂબ પર અત્યાર સુધીમાં 37 લાખથી વધુ વખત જોવાઈ ચૂકી છે. આ 6 ભાષાઓમાં અપલોડ કરાઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે એક મિનિટવાળી એક અન્ય જાહેરાતને 30 દિવસમાં 30 લાખ વખત જોવામાં આવી. જ્યારે ભારત-પાક. જાહેરાતે આ આંકડો પાંચ દિવસમાં જ પાર કરી લીધો. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચની જાહેરાતને એક સપ્તાહમાં 11 લાખ વ્યૂઝ મળ્યા. બીજી બાજુ પાકિસ્તાનમાં પણ ભારત-પાક. મેચ અંગે એક જાહેરાત બનાવાઈ, જેને વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવનારી એડ ગણાવાઈ રહી છે. તેને ત્યાંની જૈજ ટીવી ચેનલે બનાવી છે, જેનું યુટ્યૂબ પર કોઈ પેજ નથી.
મેચમાં વરસાદની આશંકાને જોતા લોકો ગૂગલ પર માન્ચેસ્ટરના મોસમનો રિપોર્ટ સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ દુનિયામાં છેલ્લા એક સપ્તાહમાં આ સર્ચ 10 ગણી વધી છે. આ સર્ચ ભારતથી વધુ પાકિસ્તાનમાં થઈ રહી છે.
ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો કોને પડશે 140 કરોડ રૂપિયાનો ફટકો? જાણો કોણ કોણ રડશે?
abpasmita.in
Updated at:
16 Jun 2019 10:11 AM (IST)
આ સુપર ડુપર મેચને લઇને અનેક પ્રકારની અટકળો અને સટ્ટા ચાલી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં મેચને લઇને જંગ શરૂ થઇ ગયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -