કાર્ડિફ: વર્લ્ડકપ 2019માં સતત હારનો સામનો કરી રહેલી દક્ષિણ આફ્રિકા ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે. વર્લ્ડકપના 21માં મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવ્યું હતું. જો કે વરસાદના કારણે આ મેચ 48 ઓવરની રમાઈ હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમને દક્ષિણ આફ્રિકાએ આક્રમક બોલિંગથી 34.1 ઓવરમાં જ 125 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. આ સામાન્ય લક્ષ્યને દક્ષિણ આફ્રિકાએ 28.4 ઓવરમાં એક વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો.
સાઉથ આફ્રિકા તરફથી ડી કોકે 72 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. જ્યારે હાસિમ આમલાએ 83 બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ 41 રન બનાવ્યા હતા. ઇમરાન તાહિરે ચાર, ક્રિસ મોરિસે ત્રણ, આંદિલે બે અને કાગિસો રબાડાએ એક વિકેટ ઝડપી હતી.
આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ જીત છે. આ અગાઉ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે હરાવ્યું હતું જ્યારે બીજીમાં બાંગ્લાદેશ સામે અને ભારત તેની હેટ્રિક હાર થઈ હતી. ત્યાર બાદ ચોથી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી તે વરસાદના કારણે રદ થઈ હતી. પાંચમી મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી ત્રણ પોઈન્ટ સાથે તે સાતમાં ક્રમે છે.
વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ જીત, અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2019 08:05 AM (IST)
વર્લ્ડકપના 21માં મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -