નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝનમાં સોમવારે 39મો મેચ રમાયો હતો. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલ આ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હાર આપી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.


ઉલ્લેખનિય છે કે દિલ્હી કેપિટલ બેટિંગ કરી રહી હતી અને 16મી ઓવરમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યાં હતા. દિલ્હીને જીત માટે 25 બોલમાં 41 રનની જરૂરીયાત હતી. પૃથ્વી શો બેટિંગ કરી રહ્યાં હતા. 16મી ઓવરની છેલ્લી બોલમાં જોફ્રાની સ્પિડમાં આવતી બોલ વિકેટ્સ પર તો વાગી પણ ગીલ્લી નીચે પડી નહી. જોફ્રાની બોલ 150 kmphની સ્પિડથી સ્ટંપ્સને અડીને નીકળી, સાઇટ પણ ચાલુ થઇ પણ ગીલ્લી નીચે પડી નહીં.

આઇપીએલ 12માં આ પ્રથમ ઘટના નથી કે જ્યારે સ્ટંપમાં બોલ વાગ્યા છતાં ગીલ્લી નીચે પડી નહીં. આ અગાઉ પણ બે વખત આવી ઘટના બની ચુકી છે.