✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથના સ્થાને દક્ષિણ આફ્રિકાના ક્યા હાર્ડ હિટરને લીધો ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Apr 2018 10:37 AM (IST)
1

2

ભરૂચાનું કહેવું છે કે ક્લાસન સ્પિન બોલિંગ આક્રમણ સામે સારુ રમી શકે છે. તેના શોર્ટ્સમાં વિવિધતા છે. તે રિવર્સ સ્વીપ સારી રીતે રમી શકે છે. આ કારણે તેને અમે ટીમમાં સામેલ કરવા માંગીએ છીએ. ક્લાસનને આઇપીએલની હરાજીમાં સામેલ કરવામાં આવ્યો નહોતો જેને કારણે રાજસ્થાનની ટીમ તેને બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ખરીદશે.

3

ભારતના સાઉથ આફ્રિકાના પ્રવાસ પર વન-ડે અને ટી-20 સીરિઝમાં આક્રમક બેટિંગને કારણે ક્લાસન ચર્ચામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોક ઇજાના કારણે ટીમની બહાર જતા ક્લાસનનો ટીમમાં સમાવેશ કરાયો હતો.

4

રાજસ્થાન રોયલ્સ ટીમના હેડ ઓફ ક્રિકેટ જુબિન ભરૂચાએ કહ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સે ક્લાસનને પોતાની ટીમમા સામેલ કરવા માટે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં આઇપીએલમાં રમવાની તેને મંજૂરી મળી જશે.

5

નવી દિલ્હીઃ બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. બાદમાં ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સની ટીમે પણ સ્મિથને કેપ્ટન પદેથી હટાવી તેના સ્થાને રહાણેને કેપ્ટન બનાવી દીધો હતો. રાજસ્થાન રોયલ્સે સ્મિથના સ્થાને સાઉથ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસનનો સમાવેશ કર્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથના સ્થાને દક્ષિણ આફ્રિકાના ક્યા હાર્ડ હિટરને લીધો ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.