રાજકોટમાં પુજારા બન્યો ટુર ગાઇડ, જાણો શું આપી માહિતી
પુજારાએ કહ્યું કે, જો તમે રાજકોટમાં હોવ તો સૌપ્રથમ સ્થાનિક વાનગીનો સ્વાદ માણવો જોઈએ. ગુજરાતી થાળી ખાસ જમવી જોઈએ. થાળીમાં પણ તમને વિવિધ વિકલ્પો મળશે. પરંતુ તમે બાજરાના રોટલા અને ખિચડી-કઢી ચોક્કસ ટેસ્ટ કરજો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુજારાએ કહ્યું કે, આ પછી જો તમે નવરાત્રિ દરમિયાન રાજકોટમાં હો તો ગરબા રમવા જોઈએ. જે અહીંનો પારંપરિક તહેવાર છે. જોકે, મને ગરબા રમતા નથી આવડતું, હું શીખી રહ્યો છું.
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં જ પૂરી કરી લીધી હતી. જે બાદ લોકલ બોય ચેતેશ્વર પુજારા ટીમ ઈન્ડિયાનો ટુર ગાઇડ બન્યો હતો અને રાજકોટમાં હોવ ત્યારે ત્રણ વસ્તુઓ ખાસ કરવાની માહિતી આપી હતી. આ અંગે બીસીસીઆઈ દ્વારા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
પુજારાએ કહ્યું કે, મારા લિસ્ટમાં ત્રીજા નંબરે મુલાકાત લેવા માટે ઓલફ્રેડ હાઇસ્કૂલ છે. જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભણ્યા હતા. આ સ્થળની મુલાકાત લઈ તમે ભારતના સમૃદ્ધ ઇતિહાસની માહિતી મેળવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -