રાજકોટ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ પૃથ્વી શૉના નામ પર આ જાણીતી કંપનીએ કર્યું ટ્વિટ, ક્રિકેટરે માંગ્યું 1 કરોડનું વળતર
બેસલાઇન વેન્ચર્સનો આરોપ છે કે બંને કંપનીઓ વ્યાવસાયિક લાભ ઉઠાવવા માટે તેમના ટ્વિટર પેજ પર કરેલા ટ્વિટમાં શૉના નામની સાથે ક્રિએટિવ્સનો ઉપયોગ કર્યો છે. બંને કંપનીઓ મંજૂરી વગર પ્લેયરનું નામ વટાવી રહી છે. પ્લેયરના નામનો ઉપયોગ કરવો બેસલાઇનના એક્સક્લૂસિવ રાઇટ્સનું ઉલ્લંઘન અને ટ્રેડમાર્ક એક્ટનો ભંગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત તરફથી પૃથ્વી શૉએ ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ ટેસ્ટને યાદગાર બનાવતાં શૉએ 134 રનની યાદગાર ઈનિંગ રમી હતી. સદી ફટકાર્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ હતી.
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તુહિન મિશ્રાએ કહ્યું, આ માત્ર પૃથ્વીની સાથે જ નહીં પરંતુ અન્ય વર્તમાન સ્પોન્સર્સ અને પોટેન્શિયલ સ્પોન્સર્સ સાથે પણ અન્યાય છે. કારણકે આ લોકો તેમની સાથે જોડાવા માટે રૂપિયા આપે છે અને નિયમોન હિસાબે ચાલે છે.
પૃથ્વી શૉએ રાજકોટના ચેેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે 206 રનની ભાગીદારી કરી હતી.
ફેન્સની સાથે સાથે અનેક કંપનીઓ દ્વારા પણ પૃથ્વીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સ્વિગી અને ફ્રીચાર્જ જેવી કંપની દ્વારા શૉ માટે પ્રોફેશનલ મેનેજમેન્ટનું કામ કરતી સ્પોર્ટ્સ માર્કેટિંગ કંપની બેસલાઇન વેન્ચર્સને કાનૂની નોટિસ મોકલીને એક-એક કરોડનું વળતર માંગવામાં આવતાં વિવાદ શરૂ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -