R. Praggnanandhaa vs Magnus Carlsen: ભારતના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં પ્રથમ વખત મૈગ્નસ કાર્લસનને હરાવ્યો છે. ભારતના આ યુવા ખેલાડીએ નોર્વે ચેસ 2024ના ત્રીજા રાઉન્ડમાં (Norway Chess 2024) વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવ્યો હતો. આ જીત સાથે 18 વર્ષીય ભારતીય ખેલાડી પ્રજ્ઞાનાનંદે ચેસ ખેલાડી કાર્લસનના હોમ ગ્રાઉન્ડ પર આયોજિત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં લીડરનું સ્થાન હાંસલ કર્યું છે.






18-વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે બુધવારે (29 મે) સ્ટાવેન્જરમાં નોર્વે ચેસ 2024 ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી. આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડના અંતે 9 માંથી 5.5 સ્કોર હાંસલ કર્યો હતો. બીજી તરફ અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયો કારુઆનાએ બુધવારે જીએમ ડીંગ લિરેન સામેની જીત બાદ ત્રણ પોઈન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે.






પ્રજ્ઞાનાનંદ માટે આ એક મોટી સિદ્ધિ છે, તે ગયા વર્ષે વર્લ્ડ કપમાં મેગ્નસ કાર્લસન સામે હારી ગયો હતો. આકસ્મિક રીતે પ્રજ્ઞાનાનંદ ક્લાસિકલ ચેસમાં કાર્લસનને હરાવનાર માત્ર ચોથો ભારતીય છે.






પ્રજ્ઞાનાનંદની બહેન પણ ચમકી


બીજી તરફ, રમેશબાબુ પ્રજ્ઞાનાનંદની બહેન આર વૈશાલીએ નોર્વે ચેસની મહિલા વર્ગમાં પોતાનું એકમાત્ર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. વૈશાલીએ ઈવેન્ટમાં પોલ પોઝીશન હાંસલ કર્યું છે.


પ્રજ્ઞાનાનંદ ક્રિકેટ પણ રમે છે


પ્રજ્ઞાનાનંદ માત્ર 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. તે સમયે આવું કરનાર તે સૌથી યુવા વ્યક્તિ હતો. 12 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનાનંદ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. તે સમયે તે આવું કરનાર બીજો સૌથી યુવા ખેલાડી હતો. અનુભવી ખેલાડી વિશ્વનાથન આનંદે તેને માર્ગદર્શન આપ્યું છે. પ્રજ્ઞાનંદનને ક્રિકેટ ગમે છે અને જ્યારે પણ સમય મળે ત્યારે તે મેચ રમવા જાય છે.